Sava Bhagat Profile & Biography | RekhtaGujarati

સવા ભગત

મહાપંથી સંતકવિ.

  • favroite
  • share
  • 1961

સવા ભગતનો પરિચય

  • ઉપનામ - દાસ સવો
  • અવસાન -
    1961

મહાપંથી સંતકવિ. સ્વામી ફૂલગરજીના શિષ્ય. સુરેન્દ્રનગર જિલ્લાના પીંપળી ગામે પ્રજાપતિ કુંભાર પરિવારમાં કરસન ભગત અને માતા કાશીબાને ત્યાં જન્મ. પત્ની જમનાબાઈ. ઈ. સ. 1913માં સદાવ્રત શરૂ કર્યું. ઈ. સ. 1916માં રામદેવપીરનું ભવ્ય મંદિર બંધાવ્યું. વિરમગામ તાલુકાના માંડલ ગામનાં  ભક્ત નારી ઝબુબાએ એમનું શિષ્યત્વ સ્વીકારેલું, એમનાં પણ ભજનો મળે છે. નાનજી અને હરજીવનદાસ - બે દીકરાઓ હતા. સવાભગતનું અવસાન ઈ. સ. 1961માં પીંપળી મુકામે થયું હતું. દાસ સવાની અનેક ભજનરચનાઓ ખ્યાત છે.