‘સાંઈ સમ્રથ’ નામથી પ્રખ્યાત સંત. જન્મ ઈ. સ. 1494માં સિદ્ધપુર મુકામે અને નિર્વાણ 1564માં સુરત મુકામે. મૂળ નામ બંકાજી હતું અને તે વણિક પરિવારમાંથી હતા. કોઈ અવધૂતની આજ્ઞાથી તે ગૃહત્યાગ કરી પરમાત્માની ખોજમાં નીકળી પડ્યા હતા અને કોઈ કબીરપંથી સંત પાસે તેમણે દીક્ષા લીધી હતી. પ્રબુદ્ધત્વ પ્રાપ્ત થયા પછી તેમના અગણિત શિષ્યો થયા હતા તેમાં માધવદાસ મુખ્ય હતા. સંત સમર્થદાસે ઝૂલણા છંદમાં વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ અને ઉપદેશનાં અનેક પદો રચ્યાં છે.