મધ્યકાલીન ભક્તકવિ. સમય ઈ. સ. ૧૫૫૪થી ૧૫૯૪. તેમનો ઈ. સ. ૧૫૫૪માં અમદાવાદમાં થયો હતો. ૨૦ વર્ષની ઉંમરે તેઓ અસાધ્ય બીમારીમાં સપડાઈ ગયા હતા. એ દિવસોમાં સંત માધવદાસ ત્યાં હતા. તેમના પિતા અમીર શેખ સંત માધવદાસને ઘેર લઈ આવ્યા. સંતે સમ્મદને કહ્યું ‘ગાફિલ અજહુ સો રહા નયન ખોલ કે દેખ, બીત ગયું આયુ બાવરે, જાગો સમ્મદ શેખ.’ તેમની કૃપાથી તેઓ સ્વસ્થ થઈ ગયા. તેમણે સ્વીકાર્યું કે તેઓ એક યુવતીના પ્રેમમાં પાગલ હતા અને મારવા ઈચ્છતા હતા. સંત માધવદાસના ઉપદેશથી તેમની આંખો ખુલી ગઈ. તેઓ સંતની સાથે સુરત આવ્યા અને આશ્રમમાં રહેવા લાગ્યા. આશ્રમમાં તેઓ ભક્તિમય રહેવા લાગ્યા. તેમણે અનેક પદો રચ્યાં છે.