Salik Popatiya Profile & Biography | RekhtaGujarati

સાલિક પોપટિયા

અનુગાંધીયુગીન ગઝલકાર

  • favroite
  • share

સાલિક પોપટિયાનો પરિચય

  • મૂળ નામ - અલારખાભાઈ ઉસ્માનભાઈ પોપટિયા
  • ઉપનામ - સાલિક પોપટિયા
  • જન્મ -
    21 ઑગસ્ટ 1927
  • અવસાન -
    24 એપ્રિલ 1962

સાલિક પોપટિયાના નામથી ઓળખાતા કવિ અલારખા પોપટિયાનો જન્મ 21 ઓગસ્ટ, 1927એ થયો હતો. તેમણે 1946માં મૅટ્રિક પાસ કર્યું. ઇન્ટર આર્ટ્સ સુધી અભ્યાસ ભાવનગરમાં કર્યો. પાકિસ્તાનના કરાચીમાં જઈને 1949થી નૂરેહવા ટોબેકો કંપનીનો વ્યવસાય કર્યો. તેઓનું અવસાન કૅન્સરથી 24 એપ્રિલ, 1962ના રોજ થયું હતું.

કૉલેજના દિવસોમાં સાલિક પોપટિયા પર કીટ્સ, વર્ડ્ઝવર્થ અને શેલી તથા અમીર ખુસરો, ઉમર ખય્યામ અને હાફિઝ શિરાઝીની કૃતિઓની ભારે અસર થઈ હતી. તેમણે કિસ્મત કુરેશી સાથે મળીને રૂબાઈસંગ્રહ ‘સંગમ’ 1949માં આપ્યો. આ કાવ્યસંગ્રહમાં એમની 50 રૂબાઈઓ છે. જેમાં ફારસી-અરબી શબ્દોનો ઉપયોગ વધારે કર્યો છે. તેમની 5, 13, 18, 25, 29 અને 37મી રૂબાઈઓ મુક્તકલક્ષી કાવ્યગુણથી લોકોનું ધ્યાન ખેંચે છે. અલારખા પોપટિયાએ સચિત્ર કાવ્યસંગ્રહ ‘નયનધારા’ 1952માં અને ‘ખંડિત સમણાં’ 1961માં આપ્યો છે.

નગીનદાસ પારેખ અનુસાર ‘સાલિક’ની રચનાઓમાં “એક પ્રકારનાં આભિજાત્યનો અને ઉદારતાનો અનુભવ થાય છે.” પાકિસ્તાનમાં ગુજરાતી ભાષાનો સત્તાવાર સ્વીકાર થયો હતો. સાલિકે કાવ્યલેખન ઉપરાંત ‘સાહિત્યસિંધુ’ના શીર્ષકથી ત્રણ ભાગમાં પાઠ્યપુસ્તકોનું સંપાદન પણ કર્યું છે.