Rukhi Ramdas Profile & Biography | RekhtaGujarati

રૂખી રામદાસ

રાજકોટ રૂખી સમાજના સુધારાવાદી સંત કવિ

  • favroite
  • share
  • 1851-1941

રૂખી રામદાસનો પરિચય

  • જન્મ -
    1851
  • અવસાન -
    1941

મૂળ ગામ ગોધાવટા (તા. લીંબડી, જિ. સુરેન્દ્રનગર). બાર વર્ષની ઉંમરે રાજકોટ આવી સ્વપ્રયત્ને અભ્યાસ. રાજકોટમાં શરૂ થયેલી હરિજન સેવક સંઘની પ્રવૃત્તિમાં સહભાગી. દારૂ, જુગાર, અંધશ્રદ્ધા સામે ઝુંબેશ. રૂખી સમાજનાં સંતાનો ભણતાં  થાય તે માટે આશ્રમની સ્થાપના. .. ૧૯૩૯માં ગાંધીજીએ રાજકોટ સત્યાગ્રહ હું હાર્યો છું, આત્મમંથનની જરૂર છે.' એમ કહી પાછો ખેંચી લીધો તે સાથે જ રૂખી રામદાસે જાહેરક્ષેત્ર છોડ્યું છે. છેલ્લાં વર્ષો એકાંતવાસ. કબીરવાણીનું સતત સેવન. તેની પ્રેરણાથી પદ-ભજનની રચનાઓ કરી. રાજકોટ-તિલક પ્લોટમાં સમાધિ છે. જ્યાં આજે સમાધિમંદિર આવેલું છે. જે રૂખી રામદાસ વિશ્રામમંદિર' નામે ઓળખાય છે