કવિ અને સંગીતકાર
રિષભ મહેતાનો જન્મ નવસારી જિલ્લાના વેડછામાં રમણલાલ મહેતાને ત્યાં થયો. તેમણે એમ. એ. જે. એલ. કે કોટેચા આર્ટ્સ કૉલેજ, કાંકણપુરના આચાર્યપદે ફરજ નિભાવેલી. એમની પાસેથી પ્રભુભક્તિ અને રાષ્ટ્રપ્રેમને સરળ-સહજ ભાષામાં આલેખતી, ગીત-ગરબા સ્વરૂપની કાવ્યરચનાનો સંગ્રહ ‘આશકા’ (1997), ‘સંભવામિ ગઝલે ગઝલે’ (1999), ‘તિરાડ’ (2000) નામે ગઝલસંગ્રહ મળે છે.