મધ્યકાલીન ભક્તકવિ. સમય ૧૮મી સદી પૂર્વાર્ધ. રત્ના ભાવસાર તરીકે પ્રસિદ્ધ આ ભક્તકવિ મુખ્યત્વે પ્રેમલક્ષણા ભક્તિના કવિ છે. ઈ.૧૭૩૯માં હયાત. તેઓ ખેડાના હતા. ‘મહિના’ (રચના: ઈ.૧૭૩૯/સં.૧૭૯૫, માગસર સુદ ૧૧, સોમવાર) એ કવિની ઉત્તમ કવિત્વશક્તિનો પરિચય આપતી દુહાબદ્ધ ને પ્રાસાદિક બારમાસી છે. ૧૭ કડીની ‘દાણલીલા’ પણ એમની રચના છે.