મધ્યકાલીન ભક્ત-કવયિત્રી. સમય ઈ. ૧૫મી સદી. રતનીબાઈ આદિકવિ નરસિંહ મહેતાનાં સમકાલીન અને તેમનાં શિષ્યા હતા. મેઘવાળવાસમાં ભજન કરવા જતાં ભક્ત નરસિંહે તેમણે પ્રબોધ્યા હતાં એમ નોંધાયેલું મળે છે. આ ભક્ત નારી પૂર્ણ રીતે ભક્તિમય બની ગયાં હતાં. પરંતુ જ્યારે નરસિંહ મહેતાના જીવનમાં હારનો પ્રસંગ બને છે ત્યારે રતનીબાઈએ હૃદય વલોવાઈ જાય છે. તેમનાં હૃદયમાંથી કરુણા સભર કવિતાનો સ્રોત વહે છે. તે સમયે તેમણે નરસિંહ મહેતાને મુક્ત કરાવવા માટે હરિને વિનંતી કરતાં પદો રચ્યાં હતાં. આવાં ચાર પદો ઉપલબ્ધ થાય છે.