Ratilal 'Anil' Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રતિલાલ 'અનિલ'

ગઝલકાર, નિબંધકાર, પત્રકાર અને સંપાદક

  • favroite
  • share

રતિલાલ 'અનિલ'નો પરિચય

  • મૂળ નામ - રતિલાલ મૂળચંદદાસ રૂપાવાળા
  • ઉપનામ - અનિલ
  • જન્મ -
    22 ફેબ્રુઆરી 1919
  • અવસાન -
    29 ઑગસ્ટ 2013

ગઝલકાર, પત્રકાર. આખું નામ : રતિલાલ મૂળચંદદાસ રૂપાવાળા. અન્ય ઉપનામોસાંદીપનિ’, ‘ટચાક, અનેકલ્કિ’.

તેમનો જન્મ સુરતમાં થયો હતો. બે વર્ષની વયે તેમણે પિતાની છત્રછાયા ગુમાવી હતી. પરિવારની આર્થિક સંકડામણને જોતાં તેમની માતાએ તેમને પ્રાથમિક શિક્ષણ બાદ ઘરના જરીબૉર્ડર બનાવવાના વ્યવસાયમાં જોતરી દીધા હતા. જિજ્ઞાસુ કિશોર રતિલાલને ઘરના કાતરિયામાંથી ગુજરાતી પ્રેસની ભેટ નવલકથાઓનો ખજાનો હાથ લાગ્યો હતો. રીતે તેમના સાહિત્યના વાંચન અને અભ્યાસની શરૂઆત થઈ.

1942માં રતિલાલ અસહકારના આંદોલનમાં જોડાયા, સાબરમતી જેલમાં પુરાયા. જેલમાં તેમને અનેક અસહકારી સાથીઓનો પરિચય થયો. સમય દરમિયાન તેમણે ગઝલો લખવા માંડી, મુશાયરાઓમાં પણ ભાગ લેવા માંડ્યો. મહાગુજરાત ગઝલ મંડળના મંત્રી અને પછી પ્રમુખ પણ બન્યા. તેમનો પ્રથમ ગઝલસંગ્રહડમરો અને તુલસી1955માં પ્રગટ થયો. ‘મસ્તીની પળોમાં’ (1956) મુખ્યત્વે રુબાઈ સંગ્રહ છે. 1997માં રસ્તો નામે ગઝલસંગ્રહ પ્રગટ થયો હતો.

રતિલાલઅનિલ હાસ્યક્ષેત્રે, નિબંધક્ષેત્રે તેમ ચરિત્રલેખનના ક્ષેત્રે પણ તેમની કલમ ચલાવી છે. ‘હાસ્યલહરી’ (1987),મનહરનો તેમ ‘આટાનો સૂરજ’ (2002) એમના નિબંધસંગ્રહો છે. તેમણેઆવા હતા બાપુ’ (ભા. 1, 2, 3) (1957, 58, 59),ઇન્દિરા ગાંધી’ (1972) તથા ગઝલકારો વિશે પરિચયાત્મક આત્મકથનાત્મક નોંધ આપતુંસફરના સાથી’ (2001) જેવું ચરિત્રાત્મક સાહિત્ય પણ આપ્યું છે. તેમની પાસેથીચાંદરણાં’ (સૂક્તિઓ, સૂત્રો, 1997) તથા ગઝલકાર વિશે રતિલાલઅનિલ’ (પ્રશ્નોત્તરી, 1998) પુસ્તકો પણ મળ્યાં છે.

જૂનાગઢ–ગિરનાર તળેટીમાં આવેલીરૂપાયતનસંસ્થા સાથે તેઓ સંકળાયા અને ત્યાં રહી તેમણે ગાંધીવિચારના માસિકપ્યારા બાપુનું સંપાદન કર્યું. ત્યાર બાદ સુરત આવી રતિલાલેપ્રજ્ઞામાસિકનું સંપાદન હાથ ધર્યું. તે સાથે હરિહર પુસ્તકાલયની પ્રકાશનપ્રવૃત્તિમાં મદદનીશ બન્યા, તે દરમિયાનગુજરાતમિત્રમાં કટાર-લેખન સંભાળ્યું. તેઓગુજરાત સમાચારના સામયિકશ્રીરંગમાં નીરુ દેસાઈના સહયોગી બન્યા. ત્યાર બાદલોકવાણીમાં અને તે પછીગુજરાતમિત્રના તંત્રીમંડળમાં જોડાયા. નિવૃત્તિ પછી રતિલાલેકંકાવટીજેવા એક નિર્ભેળ સાહિત્યિક સામયિકનું સંપાદન–પ્રકાશન કર્યું. તેમને સુરત પત્રકારમંડળ તરફથી શ્રેષ્ઠ પત્રકાર અને કટારલેખકના એવૉર્ડ મળ્યા છે.