ઈ. સ. ૧૮૦૪માં હયાત. ભાણસાહેબના શિષ્ય. વાંકાનેર (જિ. રાજકોટ) ગામે રાજપૂત પરિવારમાં જન્મ, વાંકાનેરમાં ‘રવિસાહેબની જગ્યા' તરીકે ઓળખાતું સ્થાન રતનદાસની જગ્યા હોવા સંભવ છે. હિન્દી ગુજરાતી ભાષામાં ભજનોના રચયિતા. રવિસાહેબ પોતાના શિષ્ય મોરારસાહેબને ત્યાં આપેલા વચન મુજબ સમાધિ લેવા માટે જવા નીકળ્યા ત્યારે રસ્તામાં બીમારીને કારણે વાંકાનેરમાં રતનદાસની જગ્યામાં તેમનું અવસાન થયું હતું. ત્યારબાદ તેમના દેહને ખંભાલિડા લઈ જવામાં આવેલો એવો ઉલ્લેખ મળે છે. રતનદાસની રચનાઓમાં સંત-સાધના, આત્મજ્ઞાન, ગુરુમહિમા તેમ જ નીતિબોધ વ્યક્ત થયેલાં છે.