વેદાંતી ધારાનાં જ્ઞાનમાર્ગી સંતકવયિત્રી
ઈ. સ. ૧૭૮૧માં હયાત. અમદાવાદના વતની. જ્ઞાતિએ નાગર. અખાની શિષ્યપરંપરાના હરિકૃષ્ણજી એ જ એમના પિતા અને ગુરુ. પિતાના સંતજીવનથી પ્રભાવિત થઈ પતિની અનુમતિ લઈ એમણે સંસારનો ત્યાગ કરેલો. એમનાં ગુરુમહિમાનાં અને જ્ઞાનવૈરાગ્યનાં ભજનો મળે છે.