ઉત્તર ગુજરાતના સંતકવિ. એમનો જન્મ ઉત્તર ગુજરાતના વિજાપુર તાલુકાના આગલોડ ગામે ઔદિચ્ય બ્રાહ્મણ પરિવારમાં અનુપમરામ જોશી અને કુંવરબાઈને ત્યાં ઈ.સ. ૧૮૦૪માં થયો હતો. તે શિક્ષક હતા. ગુરુ રામચંદદાસ મહારાજ પાસે દીક્ષા લઈ, ઈ.સ. ૧૮૨૨માં સંસારત્યાગ કરેલો. ભજનમંડળી સ્થાપી ગામેગામ ફરતા હતા. તેમનાં ભજનોમાં અધ્યાત્મ અને નીતિનો ઉપદેશ છે.