Ramprasad Shukla Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રામપ્રસાદ શુક્લ

કવિ અને વિવેચક

  • favroite
  • share

રામપ્રસાદ શુક્લનો પરિચય

તેઓ ગુજરાતી કવિ અને વિવેચક હતા. તેમનું મૂળ નામ રતિલાલ હતું. એમનું વતન વઢવાણ હતું અને તેમનો જન્મ ચૂડા ગામમાં થયો હતો. તેમણે પ્રાથમિક–માધ્યમિક શિક્ષણ જામખંભાળિયામાં અને ઉચ્ચ શિક્ષણ અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી લીધું હતું. ત્યાંથી તેમણે સંસ્કૃત મુખ્ય વિષય સાથે બી.. (1928)ની પદવી હાંસિલ કરી હતી અને 1944માં ગુજરાતી મુખ્ય વિષય સાથે એમ..ની પદવી પ્રાપ્ત કરી હતી. સમયગાળા દરમ્યાન તેમણે ઈડર રાજ્યમાં શિક્ષક અને પછી નિરીક્ષક તરીકે કામ કર્યું હતું અને એમ.. થયા પછી પહેલા સી.એન. વિદ્યાલયમાં શિક્ષક તરીકે અને પછી અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કૉલેજમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે સત્તરેક વર્ષ સેવા આપી હતી. ત્યાર બાદ ખંભાત અને પછી અમદાવાદની મહિલા કૉલેજમાં આચાર્ય તરીકે પણ લાંબા સમય સુધી સેવા આપી હતી.

બિન્દુએમનાં 60 સૉનેટનો પ્રથમ કાવ્યસંગ્રહ (1943) બચુભાઈ રાવતના નિરીક્ષણ નીચે પ્રગટ થયો હતો. ચિમનલાલ ત્રિવેદીના મતેએમાં પ્રકૃતિથી ચિંતક-વિચારક કવિનું ભાવજગત સુપેરે ઝિલાયું છે. સંસ્કૃત વૃત્તોનો કર્ણરસાયન બનતો લયહિલ્લોળ, સહજતાથી સિદ્ધ થતી સબળ પ્રાસયોજના, ભાવને પુષ્ટ કરતા તાજગીસભર અલંકારો, સૉનેટના સાહિત્યપ્રકારમાં અપેક્ષિત ઉત્કર્ષબિન્દુઓ–વળાંકો વગેરે રાસાયણિક સંયોગથી એમનાં સૉનેટને કલાત્મકતા અર્પે છે.”

તેઓ ગાંધીયુગના મોખરાના કવિઓ સારસ્વતસહોદર તેવા ઉમાશંકર અને સુન્દરમ્‌ના પરમમિત્ર હતા. 1993માં, એમની 83 વર્ષની વયેસમય નજરાયોનામનો કાવ્યસંગ્રહ પ્રગટ કરે છે. એમાંબિન્દુનાં સૉનેટોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત સાહિત્ય અકાદમીનું એને પ્રથમ પારિતોષિક પણ પ્રાપ્ત થયું. ચિમનલાલ ત્રિવેદી તેના વિશે લખે છે કે, “એમાં સાબરકાંઠાની ઈડર પ્રદેશની પ્રકૃતિના સૌન્દર્યના મનોહર પરિવેશનાં ચિત્રણો આસ્વાદ્ય બન્યાં છે. ઉપરાંત, સંગ્રહમાં ગઝલો, ગીત, ભજન, ગરબી, રાસ, મુક્તક, દુહા અને કેટલીક દીર્ઘરચનાઓ પણ છે. નિરંજન ભગતે એમની કવિતાને યોગ્ય રીતે બુદ્ધિપૂત ઊર્મિની કવિતાકહી છે. કવિની કવિતાની શૈલી ઘટ્ટ વણાટવાળી છે. શિખરિણી અને હરિણીનો છંદોલય એમનાં સૉનેટોમાં પ્રફુલ્લી ઊઠ્યો છે; ગીતોમાં લોકલયની વિવિધ લીલાઓ એમાં સહજતાથી ઝિલાઈ છે.”

કુમારમાસિકમાં પ્રગટ થયેલા નદીઓની પદયાત્રાના એમના લેખો .. 1993માંસરિતાઓના સાન્નિધ્યમાંશીર્ષકથી ગ્રંથસ્થ થયા છે. કવિ અને પ્રવાસવર્ણનના લેખક ઉપરાંત તેઓ વિદ્વાન વિવેચક તરીકે પણ પ્રતિષ્ઠા પામ્યા છે. ‘પ્રસ્થાનમાં પ્રગટ થયેલા એમનાવિવેચન-સહૃદયતાની કેળવણીવગેરે લેખો ઠીક ઠીક પ્રશંસા પામ્યા હતા. એમનાસમૂળી ક્રાંતિ’, ‘વસંતવિલાસ’, ‘ન્હાનાલાલનાં ઊર્મિકાવ્યોજેવા અનેક અભ્યાસલેખો હજી ગ્રંથસ્થ થવાના બાકી છે. સંસ્કૃત સાહિત્યનામૃચ્છકટિક’, ‘સંસ્કૃત નાટ્ય-સાહિત્ય’, ‘વેદાન્ત વિચારધારાજેવા કેટલાક મનનીય લેખો હજી સામયિકોમાં દટાયેલા છે. ગુજરાત સાહિત્ય સભા તરફથી પ્રગટ થતી વાર્ષિક ગ્રંથસમીક્ષાઓ (.. 1947 તેમ .. 1948ની) પણ એમની મર્મજ્ઞ વિવેચનાનો પરિચય કરાવે છે. અન્યની સાથેઆપણું સાહિત્યનામે ગુજરાતી સાહિત્યના ઇતિહાસલેખનનું પણ એક પુસ્તક એમણે પ્રગટ કરેલું. એમની સાહિત્યસેવા માટે ગુજરાત સાહિત્ય સભાએ એમનેધનજી કાનજી સુવર્ણચન્દ્રક’ (મરણોત્તર) અર્પણ કરેલો.