પ્રસિદ્ધ સંત. તેમના દ્વારા પ્રચારિત મહાપંથનો પ્રભાવ રાજસ્થાન અને ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં છે. રાજસ્થાન પોકરણ પાસે રામદેવરામાં સમાધિ. ‘ચૌબીસ પ્રમાણ' મુખ્ય રચના. એ ‘પ્રમાણો'ના અમુક ભાગ, સ્વતંત્ર પદ, ભજન, આખ્યાનરૂપે ગુજરાતીમાં રૂપાંતરિત થયા છે અને લોકની મૌખિક પરંપરામાં પ્રચલિત રહ્યા છે. તેમની રચનાઓમાં મહાપંથના દર્શન અને સિદ્ધાંતોનું નિરૂપણ થયેલું છે.