Radheshyam Sharma Profile & Biography | RekhtaGujarati

રાધેશ્યામ શર્મા

આધુનિકયુગના સર્જક, તેમની પ્રયોગશીલ નવલકથાઓ 'ફેરો' અને 'સ્વપ્નતીર્થ' માટે જાણીતા

  • favroite
  • share

રાધેશ્યામ શર્માનો પરિચય

તેમનો જન્મ ગાંધીનગરના વાવોલ ગામે થયો હતો. પ્રાથમિક શિક્ષણ બાદ, તેમણે ગુજરાત કૉલેજમાંથી ગુજરાતી અને મનોવિજ્ઞાન વિષયો સાથે 1957માં બી..ની પદવી હાંસિલ કરી હતી. ત્યાર બાદ તેમણે સ્વતંત્ર લેખનનો વ્યવસાય શરૂ કર્યો હતો. તેમના પિતા એક સુપ્રસિદ્ધ કથાકાર અને કીર્તનકાર હતા. 1958થી 1965 સુધી તેમણે પિતૃપગલે કથા અને પ્રવચન કર્યાં હતાં. 1965થી 1983 સુધી તેમણે એક ધાર્મિક પખવાડિકધર્મલોકનું સંપાદન પણ કર્યું હતું. તેઓઅક્રમવિજ્ઞાનનામના સામયિકના માનાર્હ સંપાદક પણ રહી ચૂક્યા હતા. ઉપરાંત,યુવકઅનેધર્મસંદેશનું પણ સંપાદન કર્યું હતું. 1985 સુધી તેમણે પત્રકારત્વ કર્યું હતું.

આંસુ અને ચાંદરણું (1963) તેમનાં ગદ્યકાવ્યોનો સંગ્રહ છે. ‘નેગેટિવ્ઝ ઑવ્ ઇટરનિટી’ (1974) એમનાં અંગ્રેજી કાવ્યોનો સંગ્રહ છે. ‘સંચેતના’ (1983) વિષયવૈવિધ્ય ધરાવતાં છંદમુક્ત કાવ્યોનો સંગ્રહ છે.

ફેરો’ (1968) તેમની જાણીતી નવલકથા છે. ‘ફેરોવિશે ઉમાશંકર જોશીએ નોંધ્યું છે તેમ, સંપ્રજ્ઞતાનું ચક્રાકારે ઉચ્ચતર અને બૃહત્તર થવું એની ઉત્તરોત્તર લાધતી ફળશ્રુતિ છે.સ્વપ્નતીર્થ’ (1976) પ્રયોગશીલ લઘુનવલ છે.

બિચારાં’ (1969), ‘પવન-પાવડી’ (1977), ‘વાર્તાવરણ’ (1986), ‘કથાસૂત્ર’ (2000), વગેરે એમના વાર્તાસંગ્રહો છે. ‘રાધેશ્યામ શર્માની શ્રેષ્ઠ વાર્તાઓ’ (1984), ‘રાધેશ્યામ શર્માની વિશિષ્ટ વાર્તાઓ’ (2000) એમની વાર્તાઓનાં સંપાદનો છે.

વાચના (1972)માં આસ્વાદમૂલક લેખો છે. ‘સાંપ્રત’ (1978), ‘ગુજરાતી નવલકથા’ (રઘુવીર ચૌધરી સાથે, 1974), ‘કવિતાની કળા’ (1983), ‘આલોકના’ (1989), ‘શબ્દસમક્ષ’ (1991), ‘કર્તા-કૃતિવિમર્શ’ (1992), ‘વિવેચનનો વિધિ’ (1993), ‘ઉલ્લેખ’ (1993), અનેઅક્ષર’ (1995) એમના અન્ય વિવેચનસંગ્રહો છે. ‘જયંતી દલાલની પ્રતિનિધિ વાર્તાઓ’ (1971), ‘નવી વાર્તા’ (1975), ‘સમકાલીન ગુજરાતી વાર્તાઓ’ (1986), ‘101 ઇન્દ્રધનુષ’ (1995), ‘ભૂપત વડોદરિયાની 27 વાર્તાઓ’ – એમનાં સંપાદનો છે. ‘સાક્ષરનો સાક્ષાત્કાર’ – દસ ગ્રંથોમાં (2004 સુધીમાં) આશરે સાડા ચારસો લેખકો–પત્રકારો–કળાકારોનાં જીવન-કવનને વણી લેતા ઇન્ટર્વ્યૂ છે. ‘આપણો માનવીય વારસો’, ‘મલયાળમ શ્રેષ્ઠ વાર્તાઓ’, ‘ગ્રામાયણ’, ‘જંગલના સૂરો, વગેરે તેમનાં ભાષાંતરનાં પુસ્તકો છે. એમને ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક (1995) અને 2004નો રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.