તેમનો જન્મ અમરનગર (તા. જેતપુર, જિ. રાજકોટ) મુકામે એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. પ્રારંભિક જીવનમાં તેઓ રાજની નોકરી કરતા હતા. તેમનો ભેટો સંત ઉગારામ સાથે થયો અને તેમણે તેમની પાસે દીક્ષા લઈ સંતસાધનાને માર્ગે યાત્રા શરૂ કરી. બરવાળાના કાળુબાપા અને બગસરાના રતિરામ પૂંજલ પીરના શિષ્યો હતા. તેમણે ઈ. સ. ૧૯૫૭માં અમરનગર મુકામે જીવતાં સમાધિ લીધી હતી. તેમનાં ભજનોમાં સમાજની કુરીતિઓ પ્રત્યેની ચિંતા તેમ જ સંતસાધનાના ભેદો રજૂ થયેલાં છે.