Pradyumna Tanna Profile & Biography | RekhtaGujarati

પ્રદ્યુમ્ન તન્ના

ગ્રામ્ય પરિવેશના ગીતકવિ

  • favroite
  • share
  • 1929-2019

પ્રદ્યુમ્ન તન્નાનો પરિચય

  • જન્મ -
    07 જુલાઈ 1929
  • અવસાન -
    30 ઑગસ્ટ 2019

તેમનો જન્મ દક્ષિણ ગુજરાતના દહાણું ગામ મુકામે ઘોઘારી લોહાણા કુળમાં થયો હતો. તેમનું મૂળ વતન ભાવનગર નજીકના અધેવાડા ગામ અને રાજસ્થાનનું અઠવાડા ગામ પરંતુ 1938માં તન્ના કુટુંબે મુંબઈને નિવાસસ્થાન બનાવ્યું. મુંબઈની કાપડ મીલોમાં ડિઝાઈનકાર્યથી કારકિર્દીનો આરંભ કર્યો, મુંબઈની કલાશાળા જે. જે. સ્કૂલ ઑફ આર્ટમાં કલાશિક્ષણ પામી 1959થી 1961 લગી ઓલ ઇન્ડિયા હેન્ડલુમ બોર્ડના મુંબઈમાંના ડિઝાઈન સેન્ટરમાં, વડોદરાની ફાઈન આર્ટ્સ ફેકલ્ટીના સુખ્યાત કે. જી. સુબ્રહ્મણ્યમના માર્ગદર્શનમાં કામ કરીને 1961-62 દરમિયાન ઇટાલિયન શિષ્યવૃત્તિ મળતાં નેપલ્સની કલાશાળામાં આગળ અભ્યાસ કરી પછીથી જીવનના અંત લગી ઈટાલીમાં વાસ કર્યો. ચિત્રકલા તેમજ છવિકલામાં પારંગત થયેલા પ્રદ્યુમ્ન તન્ના પાસેથી વર્ષ 2000માં ‘છોળ’ કાવ્યસંગ્રહરૂપે 111 કાવ્યનો સંચય મળે છે. મુખ્યત્વે પ્રકૃતિ, પ્રણય, ગ્રામજીવન, વનવગડો અને વ્રજને લગતાં મહદ્અંશે ગીત અને જવલ્લે છાંદસ-અછાંદસ રચનાઓ ધરાવતો આ કાવ્યસંગ્રહ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2000ના શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ-પુરસ્કારથી પુરસ્કૃત થયેલ છે. 30 ઑગસ્ટ, 2019ના રોજ ઈટાલીના કોમો શહેરમાં અંતિમ શ્વાસ લીધા.