Ojas Palanpuri Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઓજસ પાલનપુરી

ગઝલકાર

  • favroite
  • share

ઓજસ પાલનપુરીનો પરિચય

  • મૂળ નામ - મોટામિયાં અલીમિયાં સૈયદ
  • ઉપનામ - ઓજસ પાલનપુરી
  • જન્મ -
    25 જુલાઈ 1927
  • અવસાન -
    04 ઑક્ટોબર 1969

મોટામિયાં સૈયદ એવું મૂળ નામ ધરાવતા ઓજસ પાલનપુરીનો જન્મ તા. 25 જુલાઈ, 1927ના રોજ પાલનપુરમાં અલીમિયાં અને હદનબીબીને ત્યાં થયો હતો. પાલનપુરમાં આવેલી કુમાર શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. અલ્પ અભ્યાસ છતાં, ઉર્દૂ ગઝલ-ઉર્દૂ સાહિત્યના શાયરોના ઊંડા અભ્યાસી હતા. પાલનપુરથી થોડે દૂર લાલાવાડામાં ખેતીવાડી પણ સંભાળતા. દાદા લાલમિયાં સૈયદ પણ નવાબી સમયમાં ‘લાલ’ ઉપનામે ઉર્દૂ ગઝલો લખતા હતા, જેમનો 'કુલ્લિયાતેલાલ' નામનો ગઝલસંગ્રહ પ્રગટ થયેલ. આમ ઉર્દૂ ગઝલનો વારસો એમને મળ્યો હતો. દાદા ઉર્દૂ ગઝલકાર હોઈ ગઝલના વાતાવરણમાં જ સર્જકનો ઉછેર થયો. ઉર્દૂમાં ફરોગ(પ્રકાશ) પાલનપુરી નામે તેઓ ઉર્દૂ ગઝલ લખતા થયા. ગુજરાત ઉર્દૂ સાહિત્ય અકાદમી એમનો ઉર્દૂ ગઝલ સંગ્રહ પ્રકાશિત કર્યો છે. તેઓ શૂન્ય પાલનપુરીના શિષ્ય હતા એટલે જ અરૂઝના ચુસ્ત આગ્રહી હતા. તેમનો  એકમાત્ર ગઝલ સંગ્રહ 'ઓજસ' મરણોત્તર પ્રકાશિત થયો છે. તા. 4 ઓક્ટોબર, 1969ના રોજ સર્પદંશથી 42 વર્ષની વયે તેમનું અવસાન થયું.