Nirmish Thakar Profile & Biography | RekhtaGujarati

નિર્મિશ ઠાકર

કવિ અને હાસ્યકાર

  • favroite
  • share

નિર્મિશ ઠાકરનો પરિચય

નિર્મિશ ઠાકરનો જન્મ ગાંધીનગરના કલોલ ખાતે ભાનુમતીબહેનના ખોળે 18 માર્ચ, 1960ના રોજ થયો હતો. ગરીબ પરિવારમાંથી આવતા નિર્મિશ ઠાકરે 16 વર્ષની ઉંમરે પિતા નંદુભાઈને ગુમાવ્યા હતા. પિતાના અવસાન બાદ નિર્મિશ ઠાકરે અમદાવાદના એક ગોડાઉનમાં મજૂર તરીકે કામ શરૂ કર્યું. તેમણે ડિપ્લોમા ઈન મિકૅનિકલ ઍન્જિનિયરીંગની ડિગ્રી મેળવી હતી. ત્યાર બાદ તેઓ મિકેનિકલ ઇજનેર બનીને ઓએનજીસીમાં જોડાયા અને ત્યાર બાદ સામાન્ય પદેથી તેઓ ક્લાસ વન ઑફિસર સુધી પહોંચ્યા હતા. નિર્મિશ એક કવિ, લેખકની સાથે ઉમદા કાર્ટૂનિસ્ટ પણ છે.

નિર્મિશ ઠાકરે 1990માં તેમણે 'ટંકાર' નામનો હાસ્ય લેખસંગ્રહ આપ્યો હતો. જ્યારે 'એ જ લિખિતંગ' નામનો વ્યંગ કાવ્યસંગ્રહ આપ્યો હતો. 'છોડ મને રણછોડ' નામની નવલકથા પણ તેમણે આપી હતી. તેમણે 'લાઘવ ક્યાંય નથી કવનમાં' નામનો પ્રતિકાવ્યસંગ્રહ 1991માં આપ્યો હતો. 'છોડ મને રણછોડ' નામની હાસ્ય નવલકથા લખી હતી.

'ત્રિશૂ લીધુંઉંઉં હાથમાં રે...' નામનો વ્યંગલેખોનો સંગ્રહ 1992માં આપ્યો હતો. તેમણે 'અર્થ આડા થાય તો' નામનો કાવ્યસંગ્રહ લખ્યો હતો. આ ઉપરાંત તેમણે હિંદીમાં 'મેં ઔર નિર્મિશ' નામનો કાવ્યસંગ્રહ આપ્યો છે. 'હું નિર્મિશ' નામનો કાવ્યસંગ્રહ તેમણે લખ્યો છે. નિર્મિશ ઠાકરે 'બેઠો માર', 'નીરખને કવનમાં, કેમ થાકી ગયો?', 'પછડાટ', 'ગુજરાતી સાહિત્યકારોનાં કટાક્ષચિત્રો', 'શબ્દકોશોમાં નથી હું એટલે', 'નિર્મિશાય નમઃ', 'ગઝલ : નિર્મિશની નજરે', 'સુરેશ દલાલ : નિર્મિશની નજરે', 'નરી છે નિર્મિશાત્મકતા અને વિસ્તર 'ઘાયલ'નો!' નામની કૃતિઓ લખી છે.