જન્મ ભાવનગરમાં. પ્રાથમિક ચાર ધોરણ સુધીનું શિક્ષણ. વારસાગત વ્યવસાયને કારણે કલેરીઓનેટ વાદનની તાલીમ. જિલ્લા લોકલ બોર્ડમાં નોકરી.
ગઝલના સ્વરૂપની આંતરિક સૂઝ અને ભાવોની સહજ તેમજ વેધક અભિવ્યક્તિથી નોંધપાત્ર ગઝલલેખન. તેમણે કિસ્મત કુરેશીના માર્ગદર્શન હેઠળ ગઝલનો અભ્યાસ શરૂ કર્યો હતો.
1962માં પ્રકાશિત તુષાર, તેમનો પહેલો ગઝલસંગ્રહ છે જેમાં 54 ગઝલોનો સમાવેશ છે. તુષાર-2 (1978), નાઝિરની ગઝલો (ભાગ 1, 2) અને સૂનાં સદન (2013) તેમના અન્ય ગઝલસંગ્રહો છે. તેમની ગઝલો મુખ્યત્વે સૂફીવાદની આસપાસ કેન્દ્રિત છે.
તેમનું ટૂંકું જીવનચરિત્ર તેમની પૌત્રી સમીરા દેખૈયા પત્રાવાલા અને પૌત્ર ફિરદૌસ દેખૈયાએઓક્ટોબર 2016માં પ્રકાશિત કર્યું હતું.