Mukund Profile & Biography | RekhtaGujarati

મુકુંદ

મધ્યકાલીન ભક્તકવિ.

  • favroite
  • share

મુકુંદનો પરિચય

મધ્યકાલીન ભક્તકવિ. ઈ.૧૬૫૨માં હયાત. દ્વારકાના વતની. જ્ઞાતિએ ગૂગળી બ્રાહ્મણ. કેશવાનંદના શિષ્ય. એમની પાસે હિંદીનો અભ્યાસ કરેલો. ગુરુની પ્રેરણાથી એમણે રચેલી ગણાતી ‘ભક્તમાળા’ના પહેલા મણકારૂપ ૧૫ કડવાંનું, બહુધા હિંદીમાં લખાયેલું ‘કબીરચરિત્ર’ (રચના ઈ.૧૫૬૨) અને આઠમા મણકારૂપ, ૯ કડવાંનું હિંદીની છાંટવાળું ‘ગોરક્ષચરિત્ર’ (રચના ઈ.૧૬૫૨) મુદ્રિત થયેલાં છે. આ કૃતિઓમાં ઝડઝમક અનુપ્રાસ જેવી યુક્તિઓની અતિશયતા ધ્યાન ખેંચે એવી છે. આ કાવ્યોની કોઈ હસ્તપ્રત મળતી ન હોવાથી એમનું કર્તૃત્વ કેટલાકને શંકાસ્પદ લાગ્યું છે.