Mukesh Joshi Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મુકેશ જોશી

જાણીતા સમકાલીન કવિ

  • favroite
  • share

મુકેશ જોશીનો પરિચય

મુકેશ દુર્ગેશભાઈ જોષીનો જન્મ 2 ઑક્ટોબર, 1964ના રોજ થયો છે. તેમણે માસ્ટર્સ ઑફ આર્ટ્સનો અભ્યાસ કર્યો છે. મુકેશ જોષીનો પહેલો કાવ્યસંગ્રહ 'કાગળને પ્રથમ તિલક' 1999માં પ્રકાશિત થયો હતો. જેને ગુજરાતી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું હતું. આ ઉપરાંત તેને જયંત પાઠક પારિતોષિક પણ એનાયત થયું હતું. આ પછી 'ત્રણ' નામનો કાવ્યસંગ્રહ પ્રકાશિત થયો. તેમણે 2008માં 'બે પંક્તિના ઘરમાં' અને 2019માં 'લિખિતંગ ઑક્ટોબર બે' નામના કાવ્યસંગ્રહ આપ્યા હતા.

'બે પંક્તિના ઘરમાં' કાવ્યસંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પારિતોષિક મળ્યું હતું. મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય ઍકેડેમીનું પારિતોષિક તેમને આજ કાવ્યસંગ્રહ માટે મળ્યું હતું. ઇન્ડિયન નેશનલ થિયેટર દ્વારા તેમને શયદા ઍવૉર્ડ પણ પ્રાપ્ત થયો હતો. 2011નો હરિન્દ્ર દવે ઍવૉર્ડ મુકેશ જોષીને એનાયત કરાયો હતો. ચિત્રો પરથી લખાયેલી કવિતાઓનું સંપાદન 'ક્લોઝ અપ'ના નામે કર્યું હતું. આ ઉપરાંત તેમણે 'આ માણસ બરાબર નથી' પુસ્તકનું સંપાદન કર્યું હતું.

મુકેશ જોષીએ નાટકો પણ લખ્યા છે. તેમણે જલ અભિષેક નામનું નાટક લખ્યું હતું. આ ઉપરાંત તેમણે કૉમર્શિયલ નાટકો 'એક સાંવરિયો બીજા બાંવરિયો' અને 'રૂપિયાની રાણીને ડૉલરિયો રાજા' નામથી લખ્યા છે. આ બંને નાટકોના 150થી વધારે શૉ થયા છે. આ ઉપરાંત તેમણે 'સરકારી પાનેતર' નામનું નાટક લખ્યું છે.