અર્વાચીન કવિતા
ઈ.સ. 1845માં કવિ દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડીની કાવ્યરચના 'બાપાની પીંપર'થી આરંભાયેલી અર્વાચીન ગુજરાતી કવિતાની યાત્રા સુધારકયુગ, પંડિતયુગ, ગાંધી-અનુગાંધીયુગ, આધુનિકયુગ અને અનુઆધુનિકયુગ એમ વિવિધ મુકામેથી પસાર થઈ છે. નર્મદ-દલપતરામથી લઈને છેક સાંપ્રત સમયના નોંધપાત્ર સર્જકો અને તેમની ચૂંટેલી રચનાઓ આપ અહીં માણી શકશો.