Morar Saheb Profile & Biography | RekhtaGujarati

મોરાર સાહેબ

રવિભાણ સંપ્રદાયના કવિ, રવિસાહેબના શિષ્ય

  • favroite
  • share
  • 1758-1849

મોરાર સાહેબનો પરિચય

  • જન્મ -
    1758
  • અવસાન -
    1849

સમય ઈ.. ૧૭૫૮થી ઈ.. ૧૮૪૯. રવિસાહેબના શિષ્ય. થરાદ (જિ. બનાસકાંઠા) મુકામે વાઘેલા રાજપૂત પરિવારમાં જન્મ. જન્મનામ માનસિંહજી. વૈરાગ્યભાવ જાગૃત થતાં ગૃહત્યાગ કરી રવિસાહેબ પાસે દીક્ષા લીધી. . . ૧૭૮૬માં ખંભાલિડા (જિ. જામનગર) ગામે ગુરુગાદીની સ્થાપના કરી. . . ૧૮૪૯માં ત્યાં જ જીવંત સમાધિ લીધી. શિષ્ય: હોથીસાહેબ, ચરણ સાહેબ, દલુરામ, દુર્લભરામ, કરમણ, જીવા ભગત ખત્રી, ધરમશી ભગત. તેમણે બારમાસી', ‘ચિંતામણિ, જ્ઞાનવૈરાગ્ય પ્રેરક કુંડળિયા વગેરે રચનાઓ ઉપરાંત સંતસાધના, બોધ ઉપદેશ, વૈરાગ્ય અને વિરહભાવ વર્ણવતાં,  પ્રેમલક્ષણા ભક્તિનાં ભજનો રચ્યાં છે.