Mitho Profile & Biography | RekhtaGujarati

મીઠો

મધ્યકાલીન પદકવિ

  • favroite
  • share

મીઠોનો પરિચય

  • અવસાન -
    1872

મધ્યકાલીન ભક્તકવિ. સમય ઈ. સ. ૧૭૯૪થી ૧૮૭૨. તેમનો જન્મ લીંબડી મુકામે મુસ્લિમ ઢાઢી પરિવારમાં થયો હતો. પિતાનું નામ સાહેબા. તેમણે વૈષ્ણવી ભક્તિમાર્ગ સ્વીકાર્યો હતો. તે સમયે લીંબડીના રાજવી હરભમજી ત્રીજા હતા. મીઠા  ઢાઢીનું ગરીબ કુટુંબ, બાપદાદાની થોડી જમીન હતી તે ખેડીને નિર્વાહ ચલાવતા હતા. તેમણે અધ્યાત્મ વૈરાગ્ય બોધની અને શ્રી કૃષ્ણ વિષયક બંસરી રચનાઓ તથા પદ, ગરબી, રાસ વગેરે જુદાં-જુદાં સ્વરૂપો ધરાવતાં ભજનો-કીર્તનો રચ્યાં છે.