Mir Murad Profile & Biography | RekhtaGujarati

મીર મુરાદ

મધ્યકાલીન ભક્તકવિ.

  • favroite
  • share

મીર મુરાદનો પરિચય

મધ્યકાલીન ભક્તકવિ. મુરાદ મુસ્લિમ 'મીર' જાતિના હતા. તેઓ ગુજરાતના મહેસાણા જિલ્લાના વીજાપુર તાલુકાના પીલવાઈ ગામે ઈ.સ. ૧૮૨૩ વિ.સં. ૧૮૭૯માં જન્મ્યા હતા. તેમના પિતાનું નામ ગુલાબ હતું. તેઓ પૂર્વના સંસ્કારે, કેટલાયે સંતો, વિદ્વાનો વગેરેના સત્સંગમાં આવેલા. કહેવાય છે કે ખંડેરાવ ગાયકવાડના કવિરાજ શ્રી કહાનદાસજી મેહુડ સાથે ખૂબ પરિચય થયેલ તેમજ કવિ ગિરધર અને જેઠાભાઈ બારોટ વગેરેના પણ પરિચયમાં આવેલ અને આત્મસ્ફૂરણા થતાં તેમજ કવિરાજ કળાનદાસજી મહેડુ સાથે વિશેષ સત્સંગ કરી કૃષ્ણભક્તિનાં ઘણાં પદો લખ્યાં. તેઓને રામ-રહીમનો ભેદ નહોતો. તેઓએ સમાજને કોમીએકતા, ભાઈચારો વગેરેનાં આચરણ કરવાં સંદેશો આપેલ છે.