Mekran Profile & Biography | RekhtaGujarati

મેકરણ

કચ્છના સુપ્રસિદ્ધ સંત

  • favroite
  • share
  • 1639-1730

મેકરણનો પરિચય

  • જન્મ -
    1639
  • અવસાન -
    1730

કાપડી પંથના સાધુ. જન્મ કચ્છના નાની ખોંભડી ગામેં ભટ્ટી રાજપૂત પરિવારમાં હ૨ધોળજી અને પબાબાઈને ત્યાં. ગુરુ ગાંગોજી કાપડી. સૌરાષ્ટ્રના સરભંગઋષિના આશ્રમ (પરબ)નો ધૂણો ચેતાવ્યો. ધ્રંગ-લોડાઈ (કચ્છ) ગામે આશાપુરાનું સ્થાનક કર્યું. લીરબાઈ નામે આહીર કન્યાને દીક્ષા. આજીવન તેમણે લોકસેવા અને લોકસુધારણાનું કર્તવ્ય નિભાવ્યું હતું. તેમણે માનવમૂલ્યોની જાગૃતિ તેમ જ માનવએકતા પર સવિશેષ ભાર મૂક્યો હતો. . . ૧૭૩૦માં ૧૨ શિષ્યો સાથે જીવતાં સમાધિ લીધી હતી. રચનાઓમાં કચ્છી બોલીમાં ભજનવાણી, સાખીઓ મળે છે.