મધ્યકાલીન કવિતા
અર્વાચીનકાળ પહેલા જે સાહિત્ય રચાયું તે મધ્યકાલીન સાહિત્ય. બારમી સદીથી લઈને 19મી સદીના પૂર્વાર્ધ સુધીના 700 વર્ષના ગાળાને 'મધ્યકાળ' તરીકે ઓળખવામાં આવે છે. આ ગાળાનું સાહિત્ય બહુધા પદ્યસ્વરૂપમાં રચાયું છે. પદ, આખ્યાન, ગરબો, ગરબી, ફાગુ, બારમાસી, પ્રબંધ, પદ્યવાર્તા, દુહા એમ વિવિધ સ્વરૂપમાં રચાયેલું સાહિત્ય આપ અહીં માણી શકશો.
અનુભવાનંદ
મધ્યકાલીન જ્ઞાનમાર્ગી સંતકવિ. ઈ. સ. ૧૭૧૪માં હયાત. તેમનો જન્મ જૂનાગઢના નાગર પરિવારમાં થયો હતો. પૂર્વાશ્રમનું નામ ભવાનીદાસ. સંન્યાસનું નામ અનુભવાનંદ. તેમણે અધ્યાત્મ અને ભક્તિ વિષયક અનેક કૃતિઓની રચના કરી છે. બ્રહ્મવિલાસ, ભાગવતસાર, શ્રીધર ગીતા, વિષ્ણુ વિલાસ, વિવેક શિરોમણી, આત્મ સ્તવન છંદ, શિવ ગીતા, બ્રહ્મગીતા, અંબાજીનો ગરબો, વૈરાગ્યનાં પદો અને ગરબા-ગરબીઓ તેમણે રચી છે. ‘વિષ્ણુપદ’ નામે જાણીતા આધ્યાત્મિક પદોમાં ઈ. સ. ૧૭૧૪થી ૧૭૩૩ સુધીના રચના વર્ષોનો ઉલ્લેખ મળે છે
- 1804 - 1843
- ધ્રાંગધ્રા
- 1616 -
- ઝીંઝુવાડા
- 1543માં હયાત -
- 1750 - 1825
- ઘોઘાવદર
- 1726 - 1801
- કચ્છ



















