ઈ. સ.ની ૧૭મી સદીના અંતભાગમાં આ સંત થઈ ગયા છે. મૂળ બુરાનપુર (તા. ધોલેરા, જિ. અમદાવાદ) નજીકના કોઈ ગામના વણિક હતા. નાનપણમાં સંતસમાગમથી તેમણે સંસાર પ્રત્યે વૈરાગ્ય પ્રગટ્યો. તેમણે કેટલાંક ભજનો રચ્યાં છે. જેમાં સદ્ઉપદેશ અભિવ્યક્ત થયેલો છે.