Manubhai Trivedi Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મનુભાઈ ત્રિવેદી

ગાંધીયુગીન કવિ, તેમના ભજનો અને ગઝલો માટે જાણીતા

  • favroite
  • share

મનુભાઈ ત્રિવેદીનો પરિચય

ગુજરાતી કવિ. તેમનો જન્મ રાજકોટમાં થયો હતો અને તેમનું વતન માણાવદર હતું. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં થયું હતું. ત્યાર બાદ ઉચ્ચ અભ્યાસ તેમણે જૂનાગઢની કૉલેજમાં કર્યો હતો. તેમણે એલ.એલ.બી. પદવી હાંસિલ કરી અને વકીલાતનો વ્યવસાય કર્યો હતો. ત્યાર બાદ ન્યાયખાતામાં ન્યાયાધીશપદે પણ તેમણે સેવા આપી હતી. સુરેન્દ્રનગર, નડિયાદ, ભાવનગર, જૂનાગઢ, મોરબી, રાજકોટ, ગોંડલ, વગેરે સ્થળે કામગીરી કર્યા બાદ અંતે સ્મોલ કૉઝ કોર્ટ, અમદાવાદમાં ન્યાયાધીશપદે તેઓ સ્થાયી થયા હતા. 9 એપ્રિલ 1972માં અમદાવાદમાં હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું.

ચન્દ્રકાન્ત ટોપીવાળા તેમની સર્જન પ્રવૃત્તિ વિશે નોંધે છે કે,એમની કવિત્વશક્તિ મુખ્યત્વે ભજન-ગઝલમાં વ્યક્ત થઈ છે. ‘રામરસ’ (1956) અનેસુરતા’ (1970) એમના ભજનસંગ્રહો છે. આધ્યાત્મિક રહસ્યછાયાથી અંકિત એમની પદાવલીમાં સૌરાષ્ટ્રની ભજન-પરંપરાનો પાસ છે; તો એમનાબંદગી’ (1973) ગઝલસંગ્રહમાં પરંપરાની સાદગીનું આકર્ષણ છે.”