Mandan Bandharo Profile & Biography | RekhtaGujarati

માંડણ બંધારો

અખા પૂર્વેના જ્ઞાનમાર્ગી કવિ

  • favroite
  • share

માંડણ બંધારોનો પરિચય

સમય વિક્રમની સોળમી સદીનો પૂર્વાર્ધ. ષટ્પદી ચોપાઈના સૌ પ્રથમ ગુજરાતી રચયિતા તરીકે માંડણનું નામ પૂર્વ મધ્યકાલીન કે પ્રાસ્તાવિક કાળના કવિઓમાં જાણીતું છે. તેમના જીવન વિશે જે માહિતી મળે છે તે એટલી જ કે મૂળ તે સિરોહીના વતની હતા. જ્ઞાતિએ બંધારા. માતાનું નામ મેઘુ અને પિતાનું નામ હરિ. તે જોશીમદનના શિષ્ય હતા. તેમનો ગ્રંથ 'પ્રબોધબત્રીસી' પ્રસિદ્ધ છે. તેમણે રચેલાં આઠ આખ્યાનકાવ્યો સિવાય ગુજરાતી અને હિન્દી પદો તેમ જ ઝકડીઓ પ્રાપ્ત થાય છે. જેમાં નીતિનો બોધ અને કલ્યાણમાર્ગનો ઉપદેશ અપાયો છે.