Mamad Jadeja Profile & Biography | RekhtaGujarati

મામદ જાડેજા

સૌરાષ્ટ્રના સૂફી સંત

  • favroite
  • share

મામદ જાડેજાનો પરિચય

જન્મ ઈ. . ૧૮૮૧માં અમરેલી જિલ્લાના નાના લીલિયા ગામે સંધી પનુભા જાડેજાને ત્યાં. પૂર્વાવસ્થામાં શિકારી હતા. નાના લીલિયાના સૂફી સંત અશરફમિયાંના ઉપદેશથી અધ્યાત્મના માર્ગે વળ્યા. તેમણે આત્મજ્ઞાનનો માર્ગ દર્શાવતાં સંખ્યાબંધ ભજનોની રચના કરી છે. તેમનો મામદ મુક્તમણિ' નામે ભજનસંગ્રહ ધરમપુર નવાબે પ્રકાશિત કર્યો છે.