સંતકવયિત્રી રૂપાંદે સાથે એમના રાજવી પતિ-જતિ માલદે/રાવળ મલ્લિનાથનું નામ પણ જોડાયેલું છે. રાજસ્થાન મેહવાગઢના રાજા માલદેજીએ મહાપંથી ગુરુ મેઘ ધારુ પાસેથી ગુરુબોધ લીધેલો. તેમની મહાપંથીવાણી મળે છે. તિલવાડા (માલાણી) ગામની લૂણી નદીને કિનારે સતી રૂપાંદે સાથે માલદેએ જીવતાં સમાધિ લીધી હતી. ગુજરાતના લોકમાં પ્રચલિત રૂપાંદે અને માલદેની જે રચનાઓ ગવાય છે તે તેમની મારવાડી રચનાઓનાં ગુજરાતી રૂપાંતરો છે.