Mafat Oza Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મફત ઓઝા

કવિ, નવલકથાકાર, વિવેચક, સંપાદક

  • favroite
  • share

મફત ઓઝાનો પરિચય

જન્મ વતન મહેસાણા જિલ્લાના જામળામાં જીવરામ ઓઝાને ત્યાં. સોજાગામમાં 1962માં મૅટ્રિક, 1967માં ગુજરાતી-હિન્દી વિષયો સાથે ગુજરાતી યુનિવર્સિટીમાંથી સ્નાતક. 1969માં એ જ યુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે અનુસ્નાતક. 1978માં પીએચ.ડી., અમદાવાદની સરસપુર આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજમાં તેમજ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં અધ્યાપક, પછીથી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં અધ્યાપક રહ્યા. 28 ડિસેમ્બર, 1997ના રોજ 53 વર્ષની વયે વડોદરામાં તેમનું અવસાન થયું હતું.

કવિતા, નવલકથા, નિબંધ, એકાંકી તેમજ વિવેચન એમ એકાધિક સાહિત્યિક વિધાઓમાં પોતાની કલમ ચલાવી છે : તેમની પાસેથી ‘ધુમ્મસનું આ નગર’ (1974), ‘પડઘાનું ચકરાતું આકાશ’ (1975), ‘અશુભ’ (1976), ‘શ્વાસ ભીતરથી ફોરે’ (1978), ‘અપડાઉન’ (1984) આધુનિકવલણોને પ્રગટ કરનારા એમના કાવ્યસંગ્રહો, ‘કાચના મહેલની રાણી’ (1974), ‘તડકામાં ઓગળતો સૂર્ય’ (1983) વગેરે વાર્તાસંગ્રહો, ‘પળપળનાં પ્રતિબિંબ’ (1985) શીર્ષકથી નિબંધસંગ્રહ, ‘ઘુઘવતા સાગરનાં મૌન’ (1973), ‘પીળું કરેણનું ફૂલ’ (1975), ‘પથ્થરની કાયા આંસુના દર્પણ’ (1976), ‘સપનાં બધાં મજાનાં’ (1977), ‘અમે તો પાનખરનાં ફૂલ’ (1978), ‘અમે તરસ્યા સાજન’ (1979), ‘સૂરજ ડૂબે મૃગજળમાં’ (1981), ‘સાતમો પુરુષ’ (1982), ‘સોનેરી સપનાંની રાખ’ (1984), ‘આંસુનો ઊગ્યો ગુલમહોર’ (1984), ‘મૃગજળ તો દૂરનાં દૂર’ (1985), ‘ચહેરા વચ્ચે લોહીની નદી’ (1985) આદિ પરંપરાથી ચીલો ચાતરતી નવલકથાઓ, ‘લીલા પીળા જ્વાલામુખી’ (1978) નામક એકાંકીસંગ્રહ, ‘ઉન્નતભ્રૂ’ (), ‘ઉદઘોષ’ (1977), ‘ઉન્મિતિ’ (1978), ‘રાવજી પટેલ’ (1981), ‘સંવિત્તિ’ (1985) ઇત્યાદિ વિવેચનસંગ્રહ, ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા’ (1980) શોધનિબંધ તેમજ ‘પ્રયોગશીલ ગુજરાતી ટૂંકીવાર્તા’ (1986) અને ‘એકોક્તિસંચય’ (1986) ઉપરાંત ‘ઓખાહરણ’, ‘ઉશનસનાં કાવ્યો’, ‘ધૂમકેતુની ભાવસૃષ્ટિ’ (1973), ‘શબ્દયોગ’ (1984), ‘સાહિત્યિક નિબંધમાળા અને લેખનકૌશલ્ય’, ‘સાહિત્યિક નિબંધમાળા, લેખનકૌશલ્ય અને કૃતિપરિચય’ જેવાં સંપાદન સુલભ થાય છે.