સમય ઈ. સ. ૧૮મી સદી. તે સાંઈ દીન દરવેશનાં શિષ્યા હતાં. તેમના પિતા શેઢાજી જાટ પાલનપુર નવાબ સામે બહારવટે ચડ્યા હતા. પુત્રી મદનાવતીને બચપણથી જ સંસાર પ્રત્યે વૈરાગ્ય આવી ગયો હતો. તે બચપણથી જ સાંઈ દીન દરવેશને ગુરુ માનતાં હતાં અને આધ્યાત્મિક પંથે વળ્યાં હતાં. તેમની રચનાઓમાં ગુરુમહિમા અને ભક્તિની ઉચ્ચ અવસ્થા જોવા મળે છે.