નાથ સંપ્રદાયના અતિ મહત્ત્વના યોગી સિદ્ધ, આદિનાથના શિષ્ય, ગોરખનાથના ગુરુ
ઈ.સ. નવમી-દશમી સદીમાં હયાત. જાલંધરનાથના ગુરુભાઈ. તેમના નામે રૂપાંતરિત-પાઠાંતરિત ભજનો ગુજરાતના લોકની મૌખિક પરંપરામાં પ્રચલિત છે. જેમાં હઠયોગ આધારિત સિદ્ધમાર્ગના સાધના સિદ્ધાંતો અને નીતિબોધ અભિવ્યક્ત થયેલા છે.