Loyan Profile & Biography | RekhtaGujarati

લોયણ

મહાપંથી સંત કવયિત્રી, શેલર્ષિનાં શિષ્યા

  • favroite
  • share

લોયણનો પરિચય

લુહાર પરિવારમાં વીરા ભગતને ત્યાં કીડી (તા. બાબરા, જિ. અમરેલી) ગામે જન્મ. વાયકા પ્રમાણે આટકોટનો રાજવી લાખો સ્વાભાવે દુરાચારી હતો. તે સતી લોયણને હેરાન કરવા જતાં કોઢિયો બન્યો હતો. લોયણના ગુરુ શેલર્ષીની કૃપાથી પશ્ચાત્તાપના અગ્નિમાં બળતા લાખાને સારું થયું હતું. પછી આધ્યાત્મિક જિજ્ઞાસા ધરાવતા લાખાને તથા રાણી સુરજાને સંબોધીને લોયણે ૮૪ જેટલાં ભજનો ગાયાં હતાં. જેમાં ઊંચી કોટિનું તત્ત્વજ્ઞાન અને મહાપંથના સાધના-સિધ્ધાંતોનું વર્ણન થયેલું છે. તેમાં ઉત્તરોત્તર રીતે ક્રમશઃ સાધનાનું-માર્ગદર્શન અપાયું છે. પ્રત્યક્ષ થન શૈલીમાં, સીધા સાદા સરળ શબ્દોમાં અપાયેલું ગહન ચિંતન આ ભજનોને ઉચ્ચ ભૂમિકાએ પહોંચાડે છે. લોયણના ગુરુ શેલર્ષી ઊગમશી ભાટીના શિષ્ય. ઊગમશી ભાટીનો સમય ઈ. . ૧૪મી સદી મળે છે. આના આધારે સતી લોયણનો સમય ૧૪મી સદી મધ્યથી અંતભાગ સુધીનો નક્કી થઈ શકે.