લીલમબાઈ, લીળલબાઈ કે લીરાયબાઈ. સમય ઈ. સ. ૧૪મી સદી. ભજનોમાંથી મળતા ઉલ્લેખો મુજબ: ઇંદોરગઢના રાજવી કુંભારાણાનાં પત્ની. ઉગમશી ભાટીનાં શિષ્યા. કેટલાક ભજનિકો તેમને મીરાંના ભત્રીજી અને બુંદી કોટાના રાજા જેમલ રાઠોડની દીકરી તરીકે તથા વાસુકિ લોબડિયાનાં શિષ્યા તરીકે પણ ઓળખાવે છે. રચના: ‘લીળલબાઈનાં સપનાં’ તરીકે ઓળખાતી આગમવાણી ભજનો, જેમાં ‘રાઠોડુના કુળમાં લીળલબાઈ બોલ્યા' એવો ઉલ્લેખ મળે છે.