રવિભાણ સંપ્રદાયના સંતકવિ, ત્રિકમસાહેબના શિષ્ય
સમય ઈ. સ. ૧૭૭૩થી ઈ. સ. ૧૮૩૮. ઇંગોરોળા, ગારિયાધાર (જિ. ભાવનગર) મુકામે મેઘવાળ પરિવારમાં જન્મ. કરમણ ભગતના શિષ્ય. એમનાં પ્યાલા પ્રકારનાં ભજનો બહુ જાણીતાં છે. તેમણે લુવારા ગામે સમાધિ લીધી હતી.