ઈ.સ. ૧૮૦૦ આસપાસ હયાત. મૂળ રાજસ્થાનના, પણ પણ કચ્છ-સૌરાષ્ટ્રમાં ભ્રમણ. રાજસ્થાનના પ્રાચ્યવિદ્યા મંદિરમાં તેમની ‘ભજન સોળ પ્રમાણ’ની હસ્તપ્રત મળે છે. ગણપતિ મહિમા, રામદેવચરિત્ર, મહાપંથી સાધનાદર્શન આદિને લગતી રાજસ્થાની છાંટવાળી તેમની ભજનરચનાઓ મળે છે. તેમનો જન્મ નાગોર પરગણાના ચેનાર (બડકી બસ્તી) ગામે થયો હતો. સંત ખિંયારામ ખીંવણજી ભાટીના શિષ્ય. રાજસ્થાનમાં 'લિખમાજી માલી'ની ભજનરચનાઓ ખૂબ જ પ્રસિદ્ધ હોવાનું નોંધાયું છે. તેમની મારવાડી રચનાઓનું ગુજરાતીકરણ થયું છે. સમાધિ ઈ.સ. ૧૮૪૧માં નાગોર-મારવાડના અમરપુરા ગામે છે.