Kolak Profile & Biography | RekhtaGujarati

કોલક

ગાંધીયુગીન કવિ અને નવલકથાકાર

  • favroite
  • share

કોલકનો પરિચય

  • મૂળ નામ - મગનભાઈ લાલભાઈ દેસાઈ
  • ઉપનામ - કોલક
  • જન્મ -

તેમનું વતન ટુકવાડા હતું. વતન પાસે વહેતી નદીના નામ પરથી તેમણે કોલક ઉપનામ રાખ્યું હતું, તેઓએ મુંબઈની કબીબાઈ હાઈસ્કૂલમાંથી ૧૯૩૩માં મૅટ્રિક કર્યું હતું.

ત્યારબાદ વૅન્ગાર્ડ સ્ટુડિયોના જાહેરખબર વિભાગમાં કામ કર્યું હતું. તેઓ ‘વિલેપાર્લે સાહિત્ય સભા’ અને ‘લેખકમિલન’માં કાર્યવાહક સમિતિના સભ્ય હતા. નાની વયથી કાવ્યરચનાનો શોખ હતો. પરિણામે ગુજરાતી સાહિત્યને તેમણે ચાર કાવ્યસંગ્રહો આપ્યા. પ્રિયા- આગમન ખંડકાવ્ય (૧૯૩૭), સાંધ્ય ગીત (૧૯૩૮), સ્વાતિ (૧૯૪૦), અને પ્રેમધનુષ્ય (૧૯૪૨).

તેમણે 1946માં કમળાશંકર ત્રિવેદી વ્યાખ્યાનમાળામાં ‘કવિતા’ એ વિષય ઉપર વ્યાખ્યાન આપેલું. 

કોલકની સર્જકશક્તિનું લોકપ્રિય નીવડેલું અન્ય પાસું નવલકથાકાર તરીકેનું છે. ‘બંકિમા’ (૧૯૬૫), ‘વૈશાખી વાયરા’ (૧૯૬૯), ‘સંસારયાત્રા’ (૧૯૭૦), ‘પ્રેમની પાવક જ્વાળા’ (૧૯૭૦), ‘ફાગણ આયો’ (૧૯૭૩), ‘કુમુદ અને કુસુમ’ (૧૯૭૫), ‘ઘર ભણી’ (૧૯૭૫), ‘અંતરનાં અંતર’ (૧૯૭૬), ‘સાત પેઢીનો સંબંધ’ (૧૯૭૬), ‘રાધિકા’ (૧૯૭૬), ‘ગંગાજમના’ (૧૯૭૮) ઇત્યાદિ પચાસ જેટલી નવલકથાઓને બહોળો વાચકવર્ગ મળેલો. ઉપરાંત તેમના ‘સમીસાંજ’ અને ‘હનીમૂન’ એ બે વાર્તાસંગ્રહો પણ ૧૯૬૮માં પ્રસિદ્ધ થયેલા.