મહાપંથી સંત. સમય ઈ. સ. 15મી સદી. તેમનો જન્મ મેઘવાળ પરિવારમાં થયો હતો. તે મૂળ રાજસ્થાનના પોકરણ તરફના વતની અને પછી ઢેલડી (આજનું મોરબી કે એની પાસેનું કોઈ ગામ)માં નિવાસ. પત્ની દાડલદે. રાજા રાવત રણસિંહને સતધર્મનો ઉપદેશ આપી મહાપંથની દીક્ષા આપનાર સંત. એમની વાણીમાં મહાપંથની સાધના, તેના સિદ્ધાંતો અને સંતોની યાદી મળે છે. અધ્યાત્મબોધ અને આગમ પ્રકારનાં ભજનોની રચના તેમણે કરી છે.