Keshav Profile & Biography | RekhtaGujarati

કેશવ

રવિ-ભાણ પરંપરાના સંતકવિ.

  • favroite
  • share

કેશવનો પરિચય

સમય કચ્છ ઈ. . 19મી સદી ઉત્તરાર્ધથી વીસમી સદી. તેમનો જન્મ કચ્છ જિલ્લાના ઓખરમરા ગામે મેઘવાળ પરિવારમાં ગોગારામ ભગત અને માંખબાઈને ત્યાં થયો હતો. તેમણે રાજકોટ નિવાસી સંત મૂળપ્રકાશજી પાસે દીક્ષા લીધી હતી. તેમના મુખ્ય શિષ્યોમાં છે મનડાસરના ટપુરામ, વેળાવાદરના રવિરામ, રાજુલાના બચુ ભગત, જવાહરનગરના કાંયારામ તથા મોતીરામ. કચ્છ જિલ્લામાં તેમના અનેક શિષ્યો રહેલા. તેમણે ઈ. . 1969માં ચોબારી (તા. ભચાઉ, જિ. કચ્છ) ગામે સમાધિ લીધી હતી. તેમનાં ભજનોમાં ગુરુમહિમા અને અધ્યાત્મબોધ વિશેષ રૂપે જોવા મળે છે.