મહાપંથી સંતસમાજમાં આ સૂફી સંતને રૂપાંદે-માલદે, જેસલ-તોરલ, સાલો-સૂરો, રામદેવ પીર અને નવનાથની સાથે જ સ્થાન અપાય છે. રાવળ મલ્લિનાથ-માલદે(ઈ. સ. 1326થી 1399)ના હૃદયે વસેલા દુરિતને દૂર કરી તેમને સત્માર્ગે વાળવા કતીબ શાહે ઉક્ત ભજન કથ્યાની નોંધ શ્રી જયમલ્લ પરમારે ‘આપણી લોકસંસ્કૃતિ’ પુસ્તકમાં કરી છે. આ બંને સંતચરિત્રો મહેવા-રાજસ્થાનનાં છે, એટલે મૂળ મારવાડી રચનાનું આ ગુજરાતી રૂપાંતર થયેલું હોઈ શકે.