રવિભાણ પરંપરાના સંતકવિ.
તેમનો જન્મ પ્રજાપતિ પરિવારમાં થયો હતો. સમય ઈ.સ. ૧૯મી સદી પૂર્વાર્ધ. તે આનંદરામ સાહેબના શિષ્ય હતા. જીવન દરમ્યાન અનેક સાધકોને સાધનાનું માર્ગદર્શન કર્યું હતું. તે વાંકાનેર મુકામે થઈ ગયા. તેમની રચનાઓમાં વિરહની ભાવના અને આધ્યાત્મ બોધ પ્રકટ થાય છે.