કલ્યાણદાસ
ડાકોરના સાધુ. ઈ.૧૮૨૭માં હયાત. ‘કલ્યાણ’ અને ‘દાસ કલ્યાણ’ની નામછાપ ધરાવતાં ભક્તિબોધનાં કેટલાંક મુદ્રિત-અમુદ્રિત પદોનું કર્તૃત્વ આ કવિનું માનવામાં આવ્યું છે પણ બધા સંદર્ભો આવી એકસરખી ઓળખ આપતા નથી. ૧ પદ પરત્વે, એના કવિએ “છંદ ભાસ્કર પિંગળ વગેરે વ્રજ ભાષામાં ઘણી કવિતા” કરી હોવાની નોંધ પણ થયેલી છે.
