Kabir Profile & Biography | RekhtaGujarati

કબીર

ભારતના મુખ્ય નિર્ગુણમાર્ગી (જ્ઞાનમાર્ગી) અને ક્રાંતિકારી સંત.

  • favroite
  • share
  • 1398-1518

કબીરનો પરિચય

  • જન્મ -
    1398
  • અવસાન -
    1518

સમય ઈ.. 1398થી ઈ.. 1518. જન્મસ્થળ કાશી. અવસાન મગહરમાં. 15મી સદીમાં વિદ્રોહી કબીરે સમાજ અને સાહિત્ય પર જે છાપ છોડી છે તે સમગ્ર ઉત્તર ભારતમાં વ્યાપી છે એમ કહી શકાય. કબીરની રચનાઓમાં સાખી, પદ, શબદી, રવૈણી અને ભજનો મળે છે. તેમનું કબીરબીજક' વધુ સુખ્યાત છે. તેમની રચનાઓમાં નિર્ગુણ સંત-સાધનાની પદ્ધતિ તેમ જ સમાજસુધારનો નીતિબોધ અને માનવતાવાદી સમાજ-નિર્માણનું દર્શન પ્રાપ્ત થાય છે. કબીર પાખંડને લલકારે છે. ધર્મનો દંભ ખોલી બતાવે છે અને સમાજમાં વ્યાપ્ત વ્યક્તિપૂજાનો વિરોધ કરે છે. કબીર સાહેબના નિર્ગુણમાર્ગી સાધના સિદ્ધાંતને આધારે ગુજરાતમાં મુખ્ય સંત સંપ્રદાયો અસ્તિત્વમાં આવેલા છે તેથી કબીર સાહેબની રચનાઓ પાઠાંતરો અને રૂપાંતરો સાથે ગુજરાતના લોકની મૌખિક પરંપરામાં પ્રચલિત રહી છે.