Joitaram Patel Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જોઈતારામ પટેલ

કવિ અને સંપાદક

  • favroite
  • share

જોઈતારામ પટેલનો પરિચય

પૂરું નામ જોઈતારામ મોહનદાસ પટેલ. જન્મ 3 સપ્ટેમ્બર 1939, સુંશી, વિસનગર, (જિ. મહેસાણા). 1964માં બી.એ. અને 1967માં એમ.એ. 1967થી સરદાર પટેલ આર્ટ્સ કૉલેજ, અમદાવાદમાં પ્રાધ્યાપક. તેમની પાસેથી 'લીલપ લાગણીની' (1977) નામે કાવ્યસંગ્રહ મળે છે. 'લોહીનો લય' (1976) અને 'સવારના સૂરજને પૂછો' (1978) એ તેમણે અન્ય સાથે કરેલાં સંપાદનો છે. 25 ઑક્ટોબર 2003ના રોજ મહેસાણામાં અવસાન.