સમય ઈ. સ.ની 18મી સદી ઉત્તરાર્ધ. પીર કાયમુદ્દીન ચિશ્તીના શિષ્ય. જીવણ મસ્તાનનો જન્મ પાટીદાર પરિવારમાં થયો હતો. તે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના પાછિયાપુરના રહેવાસી હતા અને સૂફી સંત કવયિત્રી રતનબાઈના પિતરાઈ ભાઈ હતા. તેમનાં ભજનોમાં ગુરુમહિમાનું તત્ત્વ વિશેષ રૂપે રહેલું છે.