મધ્યકાળના સંતકવિ. પ્રસિદ્ધ સંત પીર હરિયાના વંશજ
જીવા મેઘનો જન્મ ભાણવડ (જિ. જામનગર) મુકામે મેઘવાળ પરિવારમાં પિતા રામપીર અને માતા જેઠીબાઈને ત્યાં થયો હતો. પત્ની સુમીબાઈ. બે દીકરાઓમાં હીરો અને પુનો. એમની છૂટક ભજનરચનાઓ મળે છે. જેમાં અધ્યાત્મ અને નીતિબોધ જોવા મળે છે.